ગુજરાત: સરકારી ભરતીની તૈયારી એટલે કે જે લોકો ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે મહત્વની સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસની બિનહથિયારી એએસઆઈની પહેલા જે સીધી ભરતી થતી હતી જે ભરતીને રદ્દ કરી દેવામાં આવી છે.
Decision News ને મળેલી એએસઆઈ નવી ભરતી કરવામાં નહીં આવે પરંતુ ખાતામાંથી જ હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવીને એએસઆઈ બનાવવામાં આવશે. હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી હેડ કૉન્સ્ટેબલમાંથી કોઈ પ્રમોશન કરવામાં આવ્યા નથી. જેથી અત્યારે સરકાર દ્વારા એએસઆઈ વર્ગ-3ની જગ્યાઓ માટે હેડ કૉન્સ્ટેબલને બઢતી આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, આ બઢતી પ્રક્રિયાને આગામી 30 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે એએસઆઈ વર્ગ-3 ની જગ્યાઓ માટે સરકાર સીધી ભરતી નહીં કરે પરંતુ તે જગ્યાઓ માટે બઢતીના વિકલ્પની પસંદગી કરી છે અને તેના નિર્દેશ જાહેર કર્યા છે.