પારડી: સરકારને જવાબદાર…કહેવું કે વહીવટીતંત્રને કે પછી કોન્ટ્રાકટરને એજન્સીઓને.. ગુજરાતમાં ભ્રષ્ટાચારન હદ થઇ ગઈ છે અમુક પુલિયા બનેને ઉદ્ઘાટન પહેલાં તૂટી જાય અમુક બન્યાન એક બે મહિના પહેલાં તૂટી જાય પણ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તો પુલ બનવા પહેલાં જ તેના થાભલાં ગબડી ગયાનો બનાવ સામે આવ્યો છે. પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે. આ ઓવરબ્રિજ કેવી ગુણવત્તા હવે અંદાજો તમે લગાવી લો..
જુઓ વિડીયો..
બ્રિજના પાયા આટલા કમજોર છે તો પછી બ્રિજ કેટલો મજબૂત હશે વિચારવું તમારે છે લોકોના ટેક્સની કમાણી કોના ઘરમાં જઈને સમાઈ રહી છે. વિકાસની વાતો કરનારા નેતાઓએ આજ સુધી એક પણ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ફાંસીએ ચડાવ્યા કે ના તો તેમના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે. એટલું જ નહીં બ્રિજના કામનું ઈન્સ્પેક્શન કરતા ભ્રષ્ટ અધિકારીઓ પણ જનતાના પરસેવાની કમાણી લૂંટવામાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને માવા-મલાઈ ખાઈ રહ્યા છે.
લોકો Decision News ના માધ્યમથી પૂછવા માંગે છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ પર ક્યારે ઈડી અને સીબીઆઈના દરોડા પડશે. આખરે ક્યાં સુધી નવા રોડ અને બ્રિજ તૂટતા રહેશે અને જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારીઓના હાથે લૂંટાતા રહેશે. 9.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ 126 મીટર લાંબા અને 5.5 મીટર પહોળા પુલના પિલર અને એપ્રોચનો ભાગ ગબડી ગયા બોલો..