અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગમાં અ ક્રિમિલેયર બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વાંધો વ્યક્ત કર્યો છે. ચિરાગની લોક જનશક્તિ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.
ચિરાગ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમે ટિપ્પણી કરી શકતા નથી, પરંતુ આ આ મુદ્દે અમારા પક્ષને વાંધો છે. આ કારણે અમે પુનર્વિચારની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા જઇ રહ્યા છે. બે દિવસ પહેલા પણ ચિરાગ પાસવાનના પક્ષ એલજીપી(આર) એ નિવેદન આપી એસસી એસટી આરક્ષણમાં સબ કેટેગરી બનાવવા અને ક્રિમિલેયર લાવવાનો વિરોધ કર્યો હતો.
મીડિયા સાથેની વધુ વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘SCની જ્યાં સુધી વાત છે. તેમાં કેટલીક જાતીઓ છે જેમનો આધાર અસ્પૃશ્યતા છે. આ કારણસર આમા અનામતના અંદર અનામતનો ક્વોટા લાવવાની જોગવાઇ આવી શકે તેમ નથી. આ સાથે ક્રિમિલેયરની પણ જોગવાઇ લાગુ ન કરી શકાય. ચિરાગે વધુમાં કહ્યું કે, દલિત સમાજના સંપન્ન લોકો સાથે અસ્પૃશ્યતાના આધારે આજે પણ ભેદભાવ થઇ રહ્યું છે. દલિત સમાજના દિગ્ગજ લોકો પણ જો મંદિરમાં જાય છે તો મંદિરને ગંગાજળથી ધોવામાં આવે છે. આ દર્શાવે છે કે આજે પણ અસ્પૃશ્યતા આધારે ભેદભાવ થઇ રહ્યું છે.’