વાપી: વાંસદા તાલુકાના રહેવાસી સુનિલ પરભુભાઈ પટેલ 1લી ઓગષ્ટના દિવસે વાપી GIDC માં આવેલી ક્લિપ્કો કંપનીમાં ફાઇનલ એસ્ખલી સેક્શનમાં કામ કરતા આકસ્મિત રીતે પટકાતા તેનું મોત થઇ ગયું હતું ત્યારે ગતરોજ  વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે કંપનીની મુલાકાત કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ 1 ઓગસ્ટના રોજ વાપીમાં GIDCમાં આવેલી ફર્સ્ટ ફેઝમાં આવેલી ક્લિપ્કો કંપની ફાઇનલ એસ્ખલી સેક્શનમાં ટેબલ પર બેસીને પોતાને સોંપવામાં આવેલી કામગીરી વાંસદા તાલુકાના સુનિલ પરભુભાઈ પટેલ કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ટેબલ પરથી નીચે પડી જતાં તે બેભાન થઇ ગયો હતો અને તબીબી સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યો હતો.

વાંસદા- ચીખલી ધારાસભ્ય અનંત પટેલે વાપી GIDC ખાતે આવેલી કંપનીના સંચાલકો અને કંપનીના શ્રમિકો સાથે મુલાકાત લીધી અને આ આખી ઘટનાને બારીકાઈથી સમજવાનો પ્રયાસ કર્યો હતો અને પરિવારને યોગ્ય વળતર ચુકવવા માંગણી કરી હતી. વાપી પોલીસે આ ઘટનાને આસ્ક્મિક મોતની નોંધ કરી છે.