દાનહ: 2 ઓગસ્ટ 1954મા દાનહને પોર્ટુગીઝના શાસનમાથી મુક્તિ મેળવ્યા બાદ દાદરા નગર હવેલી આજે દાનહ પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સેલવાસ ખાતે કલેકટર પ્રિયંક કિશોરના હસ્તે ધ્વજારોહણ કરી 71મા મુક્તિ દિવસની ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસવિભાગ અને ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરવિભાગ, હોમગાર્ડ અને એન.સી.સી કેડેટ દ્વારા રાષ્ટ્રગાન સાથે સલામી આપવામા આવી હતી. ત્યારબાદ કલેકટરે પ્રદેશવાસીઓને શુભકામના આપતા કહ્યું હતું કે 71 વર્ષ પહેલા આજના દિવસે સેલવાસમાં પ્રદેશવાસીઓએ પહેલો મુક્તિદિવસ મનાવવામા આવ્યો હતો. એમણે વીર સ્વાતંત્રય સેનાનીઓને યાદ કર્યા અને કહ્યુ કે આઝાદી બાદ તીવ્રગતિથી આ પ્રદેશનો વિકાસ થયો છે. આપણા પ્રદેશમા અલગ અલગ પંથ,વિચાર અને સોચના લોકો હોવા છતાં પણ એમણે હંમેશા એકતાની મિશાલ બનાવી છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ પ્રશાસન સાથે ખભેથી ખભા મેળવી વિકાસની અને અનેક પરિયોજનાને અપનાવવાથી સામાન્ય જનતાને ઘણો લાભ મળ્યો છે. સમય સમય પર પ્રશાસનને જનપ્રતિનિધિઓનુ સમર્થન મળ્યુ છે.કલેકટરે દરેકને શુભકામના આપતા કામના કરી કે પ્રશાસનને ભવિષ્યમા દરેકનો સહયોગ અને સમર્થન મળતો રહેશે.
આ અવસરે કલેક્ટર પ્રિયંક કિશોર, જીલ્લા પંચાયત પ્રમુખ દામજીભાઇ કુરાડા, એસપી અમિત કુમાર, આરડીસી, જીલ્લા પંચાયત સીઈઓ અરૂણ ગુપ્તા, સમાજ કલ્યાણ ઉપસચિવ મનોજ કુમાર પાંડે પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટી,ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર, જીલ્લા પંચાયત સભ્ય,પાલિકા સભ્ય સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.