ચિરાગ પટેલ.. હું સુપ્રીમ કોર્ટનો ધન્યવાદ કરવા માંગીશ કે આજે એમણે અમને અમારા નવા ભાઈઓ આપ્યા એસટી અને એસી સબ કેટેગરીમાં કોને સામેલ કરવો તે રાષ્ટ્રપતિનો અધિકાર છીનવી રાજ્યોને અધિકાર આપ્યો છે પરંતુ સરકારને મારી એટલી જ અપીલ છે કે હાલે જે સાચા આદિવાસીઓ પર જાતિના દાખલા લેવા માટે કરવામાં આવતો અત્યાચાર પોતાની ચાર પેઢીનો નામો સોગંદનામાં હજારો રૂપિયા આદિવાશીઓના ખિસ્સા માંથી ખંખેરવામાં આવે છે અને વારેવારના અધિકારીઓની ઓફિસમાં ખાવા પડતા ધક્કાઓ અમારા નવા ભાઈઓને ના કરવા પડે એના પર આપ ધ્યાન રાખો તો ખૂબ જ સારું રહેશે સાચા આદિવાસી બચાવ સમિતિ અને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડોક્ટર પ્રદીપ ગરાસિયા ને પણ કહેવા માંગીશ કે હવે જ્યારે સુપ્રીમ કોર્ટના સાત જજોના બેંચ દ્વારા આ ફેસલો આપવામાં આવ્યો છે તો તેમાં આપ પોતાનો માથું મારીને ફરીથી સમાજને રોડ પર લાવવાનું કામ કરશો નહીં એવી આપ શ્રી ને પણ અમે અપીલ કરીએ છીએ
અમે અમારા નવા ભાઈઓ ને દિલથી સ્વીકારવા માંગીએ છીએ અને સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે રીતે શ્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સ્ટેજ પરથી જાતિના દાખલાઓ વહેચવામાં આવ્યા હતા બસ એ જ રીતનું વલણ અપનાવી હવે પણ અમારા નવા ભાઈઓને આપ ઓફિસોના ધક્કા ના ખવડાવશો અને જાહેર મંચ પરથી એમનો હક અને અધિકાર આપશો એવી અમે સરકારશ્રી પાસેથી અપીલ કરીએ છીએ આજે સુપ્રીમ કોર્ટના ફેસલા પછી એક વાત તો સાબિત થઈ ગઈ છે કે રાષ્ટ્રપતિ ના અધિકારોને પણ જો સુપ્રીમ કોર્ટ છીનવી શકતી હોય તો સુપ્રીમ કોર્ટની તાકાત અને બુદ્ધિ ક્ષમતા પર કોઈપણ શંકા રાખ્યા વગર અમને આજે એમનો આ ફેસલો મંજૂર છે.
આદિવાસી સમાજને આ બાબતે શું ફાયદો થશે? આદિવાસી સમાજમાં સબકા કાસ્ટ ઉમેરવાના કારણે આદિવાસીઓની વસ્તી વધશે જેનાથી આદિવાસીઓનું બજેટ પણ વધુ થઈ શકે છે અને વસ્તી વધવાના કારણે 2026 ના પરિસીમનમાં આદિવાસીઓને સીટોમાં પણ વધારો થઈ શકે છે નવી આદિવાસી જાતિઓના આવવાથી જે મંત્રી બન્યા પછી પણ સુથાર જેવા વિવાદો થતા હતા તે વિવાદોનો અંત આવી શકે છે આવા ઘણા અનેક ફાયદાઓ આદિવાસી સમાજને થશે જે બાબત પર પણ આદિવાસી સમાજે વિચારવું જોઈએ.