મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વહેવલ ગામે ઉનાઈ રોડ પર નિશાળ ફળિયામાં રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ગોપાળભાઈ પટેલ બુધવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરની સામે આવેલ ટાવર નજીકથી નહેર તરફના પગપાળા જતા માર્ગે પોતાના ખેતરે જઈ રહ્યા હતા.તે દરમિયાન અચાનક સામેના ખેતરમાંથી એક કદાવર દીપડો બહાર આવી ખેડૂતના હાથ પર હુમલો કરતાં. હાથ પર પંજાના નખ વાગતા લોહીલુહાણ થઈ ગયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ જ્યારે ખેડૂત પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્વબચાવમાં હાથમાંની છત્રી વડે સામે પ્રતિકાર કરતા દ દીપડો ભાગી ગયો હતો અને થોડી સેકન્ડમાં જ ફરી ખેડૂત પર બીજીવાર હુમલો કર્યો હતો. ખેડૂતે બૂમાબૂમ કરી ડર્યા કરતા નજીકના ખેતરમાં ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત ખેડૂત પોતાના ઘરે આવી ઘટના અંગે ફળિયાના રહીશોને જાણ કરી હતી. ઘટના અંગે મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર માટે અનાવલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાથ પર ટાકા આવ્યા છે.
આ ઘટનાને લઈને ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ “જતીનભાઈ રાઠોડ, જણાવે છે કે ખેડૂત પર હુમલો કરનાર દીપડો નહિ પરંતુ દીપડી જ હશે. કેમકે હાલ દીપડીનો મેટિંગનો સમય ચાલે છે. જેથી હુમલો કર્યો હોવાની પણ શક્યતા છે. ઉપરાંત દીપડી સાથે બચ્ચા પણ હોવાની શક્યતા છે અથવા તો દીપડી ગર્ભવતી હોવાની પણ શક્યતા છે. હાલ આ બધા કારણોને લઈ દીપડીના હુમલાના બનાવો વધી રહ્યા છે. દીપડા શાંત હોય છે.