ચીખલી: હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને થોડા દિવસોથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી નવસારી જિલ્લામાં પાણી પાણી થઇ ગયા છે. અને રાજ્યમાં દરેક ગામોમાં આરોગ્ય કેન્દ્રનું મકાનનું ખુબજ સુંદર રીતે નવીનીકરણ કરવામાં આવ્યા છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા ગામનું આરોગ્ય કેન્દ્ર નીચાણ વાળા વિસ્તારમાં બનાવ્યું હોવાથી આરોગ્ય કેન્દ્રની ફરતે જળબંબાકાર થઈ ગયું છે અને એ પાણીથી આરોગ્ય કેન્દ્રના મકાનને ખાસ્સુ નુકસાન થાય તેવી ભિતી સર્જાય થઇ શકે એવા દ્રશ્યો સામે આવ્યા છે.

જોકે આરોગ્યની ફરતે કંપાઉન્ડની પાકી દીવાલ બનાવવામાં આવી છે જેથી આરોગ્ય કેન્દ્રના મકાનમાં પાણી ઘુસી નથી શક્યું પરંતુ હજી વધતા વરસાદના લઈને કંપાઉન્ડની દીવાલને કુદીને આરોગ્ય મકાનમાં પાણી ફરી વળે તો નવાઈ નથી. જેથી રાનકુવા ગામ પંચાયત તાલુકાપંચાયત અને આરોગ્યના ઉપલી લેવલના અધિકારીઓ આ પ્રશ્નોને ગંભીરતા સમજી તાત્કાલિક પાણીના નિકાલનો યોગ્ય રસ્તો કરવામાં આવે જેથી વધુ પડતું પાણી ભરાય રેહવાથી આરોગ્ય કેન્દ્રના મકાનને નુકસાનના થાય અને વધુ પડતું પાણી ભરાઈ રહેવાથી કોઈ મોટો રોગચાળો નહી ફાટી નીકળે તેની પણ ગંભીરતા દાખવે.

Decision News એ મેડિકલ ઓફિસર ડૉ.ભાવિની બેન સાથે વાત કરતા જણાવ્યું કે આજ વર્ષે નહિ જ્યારથી રાનકુવા આરોગ્ય કેન્દ્ર નું મકાન સ્થળ બદલીને નવું બનાવવામાં આવ્યું છે ત્યારથી દર ચોમાસામાં આજ પરિસ્થિતિ હોય છે કારણ કે આરોગ્ય કેન્દ્રનું મકાન નીચાણવાળા વિસ્તાર માં બન્યું છે જ્યાં કાયમ વરસાદનું પાણી ભરાઈ જાય છે અને વધુપડતા પાણી ભરાઈ રેહવાના લીધે ગંભીરતા દાખવી અમે જંતુ નાસક પાવડાર,દવાઓ નો છંટકાવ કરીએજ છીએ અને આ બાબતની ગંભીરતા દાખવી પાણીના નિકાલ માટે લેખિતમાં રાનકુવા ગામ પંચાયત અને અમારા ઉપલા લેવલના અધિકારીઓ ને જાણ પણ કરવામાં આવી જ છે અને એક દિવસ પહેલા કેટલાક છાપાઓ માં આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ ગયાં અને ખાર કુવાઓ ઉભરાઈ જવાનો લેખ છાપી લોકોને ખોટા માહિતગાર કરવામાં આવ્યા હતા આરોગ્ય કેન્દ્રની ફરતે વધુ પ્રમાણમાં પાણી ભરાઈ રેહવાના પ્રશ્નો ની જાણ દરેક લાગતાં વળગતા અધિકારીઓ ને કરીજ છે અને અમને પણ ગંભીરતા છે