સેલવાસ: દેશમાં હાલમાં સંસદ સત્ર ચાલુ છે ત્યારે દાનહ સાંસદ કલાબેન ડેલકર દ્વારા ગતરોજ સંસદમાં જ્યારે એમને બોલવાનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે તેમણે દાનહ અને દમણ દીવને પૂર્ણ એસેમ્બલીનો દરજજો અપાવવા માંગ કરી છે.
દાનહ માટે આ પહેલાં પણ સાંસદ મોહનભાઇ ડેલકર દમણ દીવને પૂર્ણ એસેમ્બલીનો દરજ્જો અપાવવાની માંગ કરી હતી. તે સમયના રાષ્ટ્રપતિએ એના માટે એક કમિટીનું ગઠન પણ કર્યું હતું. અને હાલના સાંસદ કલાબેન દ્વારા 2022માં સદનમાં દાનહ અને દમણ દીવને પૂર્ણ એસેમ્બલીનો દરજ્જો આપવાની માગ કરી હતી અને આ વખતે પણ તેમણે પોતાના વક્તવ્યમાં આ મુદ્દાને ફરીથી જગ્યા આપી હતી.
આ ઉપરાંત કલાબેને દાદરા નગર હવેલીમાં વર્તમાન સમયમાં રસ્તા, વીજળી, શિક્ષણ અને પાણી જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ વિષે વાત કરી પ્રદેશના અન્ય મુદ્દાઓ અને સવાલો તેના નિરાકરણ માટે સંસદમાં રજુવાત કરી હતી.