ધરમપુર: છેલ્લાં થોડા દિવસોથી સતત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસી રહેલા વરસાદનુ કારણે માનવજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે ગતરોજ વાવાઝોડા સાથે આવેલાં વરસાદમાં ધરમપુરના રાજપુરી તલાટ ગામના કેવડા ફળીયામાં એક પરિવાર છત વિહોણું બન્યાના દ્રશ્યો સામે આવ્યા છે.

જુઓ દ્રશ્યો..

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરમાં વાવાઝોડા સાથે આવેલાં વરસાદના કારણે ધરમપુરના રાજપુરી તલાટ ગામના કેવડા ફળિયાના ડાહ્યાભાઈ શુક્કરભાઈ પટેલનું ઘર જમીનદોસ્ત બની ગયું હતું ત્યારે તેમના પરિવાર પાર આભ તૂટી પડ્યાની સ્થિતિ સર્જાય હતી. આ ઘટનાને લઈને સામાજિક આગેવાન કલ્પેશ પટેલ જણાવે છે કે હાલમાં પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અમે તેમને અમારાથી બનતી મદદ કરીશું અને ગ્રામપંચાયત દ્વારા પણ પરિવારને મદદ મળે એ માટે તલાટી સાથે વાટાઘાટો કરીશું.