નવસારી: ગઈકાલે સરેરાશ વરસાદ 17.68 ઇંચ નોંધાયો હતો જ્યારે વહેલી સવારે થી શરૂ થયેલા વરસાદને કારણે નોકરીયા તેમજ શાળાએ જતા બાળકો પ્રભાવિત બન્યા છે. નવસારી જિલ્લા 24 કલાક સુધીના આંકડાઓ પર નજર કરીએ તો નવસારી 117mm (4.07 ઇંચ ), જલાલપોર 79 mm (3.11 ઈંચ ),ગણદેવી 103mm (4.0ઇંચ ),ચીખલી 65mm (2.55 ઇંચ ),ખેરગામ 74 mm (2.91 ઇંચ ),વાંસદા 17 mm (0.7ઇંચ )જિલ્લામાં આવેલી નદીની સપાટી
પૂર્ણા 10 ફૂટ ( ભયજનક 23 ફુટ),અંબિકા 8.52ફૂટ (ભયજનક 28 ફૂટ),કાવેરી 10 ફૂટ (ભયજનક 23 ફૂટ)જિલ્લામાં આવેલા ડેમની સપાટી જૂજ 157.95 (ઓવર ફલૉ 167.50), કેલિયા 106.70 (ઓવર ફલૉ 113.40) નવસારી જિલ્લામાં વહેલી સવારથી ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ,સ્ટેશન રોડ સહિત અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.નવસારી વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.