નવસારી: IPL T20 મેચમાં છેલ્લા લાંબા સમયથી સટ્ટો લગાવી કિસ્મત અજમાવતા સટોડિયાઓ હવે મોબાઇલ અને કોમ્યુટરની મદદથી બોલી લગાવે છે.ક્રિર્કેટ સ્કોર પર હજારો અને લાખો કમાવાની અને કમાઈ આપવાની લાલચ લોકોને પાયમાલ કરી નાખે છે.જો કે પોલીસને આવા ગેરકાયદેસર ધંધાની ગંધ આવતા ધરપકડ કરીને કાર્યવાહી કરે છે. નવસારીમાં ચીજ ગામમાં પણ આવા જ બે સગા બે ભાઈઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જલાલપોરના ચિજગામા ગામના બે ભાઈઓ, શૈલેષ પટેલ અને કિરણ પટેલ, KKR અને SRH વચ્ચે IPL T20 ફાઈનલ મેચમાં જુગાર રમતા પકડાયા હતા. બંને ભાઈઓએ 1 થી 100 સુધીના નંબરવાળી નકલી ટિકિટો બનાવી લોકોને વેચી મારતા હતા, તેમની પાસેથી પૈસા પડાવી લેતા હતા અને મેચ પર જુગાર રમાડતા હતા. જલાલપોર પોલીસને ગેરકાયદેસર જુગારની રમતા અને રમાડતા હોવાની અંગેની બાતમી મળી હતી અને બંને ભાઈઓના સ્થળે દરોડો પાડી તેમની ધરપકડ કરી રૂ. 17,400 રોકડા, બે મોબાઈલ ફોન અને અન્ય જુગારની મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે બંને ભાઈઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે શું આ ગેરકાયદેસર કામગીરીમાં અન્ય લોકો સંડોવાયેલા છે.