રાજકોટ: માનવતાને હચમચાવી નાખે તેવી દુ:ખદ ઘટના બની, શનિવારે સાંજે રાજકોટના TRP ગેમઝોનમાં 28 લોકો બળીને ખાખ થઇ ગયા હતા.. આ ચકચારી ઘટનામાં દોષિત ગણાય રહેલાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પ્રજ્ઞેશ બી. ત્રાજીયા ફરિયાદી બન્યા છે.
તેમણે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત છ શખ્સ અને તપાસમાં ખૂલે એ શખ્સો સામે એફ.આઈ.આર. દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ 304 સહિત ભારતીય દંડ સંહિતાની કલમ 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.
(આ ઘટના વિષે કલાકે કલાકે સમાચાર અપડેટ થઈ રહ્યા છે.)