ચીખલી: એક દિવસ પહેલા ચીખલીના રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં એક ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઘર ધીરુભાઈ દાજીભાઈ પટેલનું છે. આ ઘટનામાં ધીરુભાઈના પત્ની મંજુબેન પટેલને માથાના ભાગે ઇજા થવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ રાનવેરીકલ્લા ગામના નવા ફળિયામાં ધીરુભાઈ દાજીભાઈ પટેલનું ઘર અચાનક જમીનદોસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ધીરુભાઈના પત્ની મંજુબેન પટેલને માથાના ભાગે ઇજા થવા પામી હતી જેને સારવાર માટે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં મંજુબેનને પ્રાથમિક સારવાર બાદ વલસાડની સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ઘરમાં બાંધેલી બે બકરીમાંથી એકનો પગ ભાગી ગયો હતો અને એકનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ ગ્રામ પંચાયત દ્વારા પંચકયાસ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે.

