અનાવલ: ચુંટણી સમયે અનાવલ ખાતે મોક્ષમાર્ગ સંપ્રદાયનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મોક્ષમાર્ગ સંપ્રદાય સાથે જોડાયેલા ધર્મબંધુ પરથી સાંભળ્યું છે કે મોક્ષમાર્ગ સંપ્રદાયનો નિયમ છે કે એક વાર પ્રયોગ કરવા બેસો એટલે સગા માં-બાપનુ પણ મૃત્યુ થાય તોય ઊઠી ન શકાય. તો મતદાન કરવા લોકો કેવી રીતે જશે.. ધર્મબંધુના મતદાન કરવાના હક્કનું શું ?
વાત એવી પણ મળી છે કે ત્યાંથી મતદાન કરવા જવાની છુટ છાટ અપાઈ છે. પણ જે લોકો ડાંગના ધરમપુર, કપરાડા ઉમરપાડા, ઉચ્છલ નિઝર મહારાષ્ટ્ર ભરુચ સુરત વલસાડ ઉમરગામ વગેરે ના ઉંડાણના એરીયાના લોકો કેવી રીતે જશે. આ સંપ્રદાય માં મોટા ભાગે આદિવાસી સમાજના જ લોકો જોડાયેલા છે. બધા જ મોક્ષમાર્ગ સંપ્રદાયમાં જોડાયેલ લોકો આર્થિક રીતે સધ્ધર હોય એવું માની લેવું પણ ખોટું છે. ઘણા લોકો માત્ર આવવા- જવાનું ભાડું જ લઈ ઈને આવતા હોય છે. તો 100/200 કિલોમીટર દુર મતદાન કરવા જશે ખરા..
જે લોકો 60+ ઉપરના એટલે કે સિનીયર સીટીઝન છે. તેઓ કેવી રીતે મતદાન કરવા જશે ? સરકાર જ્યારે વધુને વધુ વોટીગ કરાવવા માટે લોકજાગૃતિ માટેના પણ વિવિધ કાર્યક્રમ પાછળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે. તો ચુંટણી સમયે આવા ધાર્મિક કાર્યક્રમ કેટલો જરૂરી ? એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે.
Decision News ધર્મ કે સંપ્રદાયનો વિરોધ નથી કરતુ.. પણ ચુંટણી સમયે કાર્યક્રમ યોજાયો એ મતદાન પર અને પરિણામ પર અસર ચોક્કસ પાડશે એમાં કોઈ ના ન પાડી શકે.. ઈતિહાસ સાક્ષી છે કે અટલ બિહારી વાજપેયી માત્ર એક મતના કારણે હારી ગયા હતા.. ત્યારે હાલમાં લોકસભાના ઉમેદવારો ટેન્શનમાં આવી ગયા છે.. એક જાણકારી મુજબ અંદાજીત કુલ 41 હજાર લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં રોકાયા છે. જેમાં લગભગ એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ 28 હજાર લોકો પ્રયોગમાં બેઠા છે. એમાંના ઘણા લોકો મતદાન કરવાથી કદાચ વંચીત રહી જાય.. ત્યારે ચુંટણીમાં લડનાર દરેક દક્ષીણ ગુજરાતના ઉમેદવારને નુકસાન થશે.. મામલો ગંભીર છે. આપ ભારતના એક જાગૃત નાગરિક હોવ તો શું કરવું એ બાબતે વિચારશો…
[નોંધ: Decision News કોઈ ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરતુ નથી અને અનાવાલના કાર્યક્રમનો સાથે પણ કોઈ મતભેદ નથી. આ લોકચર્ચા છે]











