દિલ્લી: હાલમાં જ હાઈકોર્ટે એક રેપ કેસમાં મહત્વની ટીપ્પણી કરતાં એવું કહ્યું કે.. લગ્ન થયેલા હોય પરંતુ બે કપલો મરજીથી સેક્સ સંબંધ બાંધે તો તે ખોટું ન કહેવાય. બન્નેની મરજી ખૂબ જરુરી છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે આવો એક ચુકાદો આપ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે પુખ્ય વયના પરણેલા લોકો મરજીથી બીજા સાથે શારીરિક સંબંધો બાંધે તો તેમાં કંઈ ખોટું નથી. જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે સમાજના ધારા-ધોરણો તો એવા છે કે સેક્સ સંબંધો આદર્શ રીતે લગ્નજીવનની અંદર રહે તો સારુ પરંતુ બે પુખ્ત વયના લોકો વચ્ચે તેમના વૈવાહિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના સંમતિથી જાતીય પ્રવૃત્તિ થાય છે, તો પછી કોઈ ગેરરીતિ થઈ શકે નહીં.

એક મહિલાએ એક વ્યક્તિ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આરોપીની વૈવાહિક સ્થિતિ વિશે જાણ્યા પછી પણ પીડિતાનો સંબંધ ચાલુ રાખવાનો નિર્ણય પ્રથમ દ્રષ્ટિએ તેની સંમતિ તરફ ઇશારો કરે છે. આરોપીએ તેની સાથે બળજબરીથી સેક્સ માણ્યું હોવાના કોઈ પુરાવા મળ્યાં નથી. આ વાત સ્પસ્ટ કરે છે કે મહિલા ફરિયાદ નોંધાવતાં પહેલા ઘણા સમયથી આરોપી સાથે સંબંધમાં હતી અને અરજદાર એક પરિણીત પુરુષ છે તે હકીકત જાણ્યા પછી પણ તેની સાથે તેના સંબંધો ચાલુ રાખવા માંગતી હતી. કોર્ટે ફરિયાદી મહિલાની આ અરજી ફગાવી દીધી હતી અને રેપના આરોપીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.