છોટાઉદેપુર: ગતરોજ છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. બન્ને પક્ષ હવે મતદાર સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નસવાડી ટાઉનમાં આજે સુખરામ રાઠવાએ રેલી યોજી હતી. રેલીમાં જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે ઉમેદવારો હવે લોકો સમક્ષ જઈ રહ્યા છે. લોક સભા બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠ બંધન થયું છે. છોટાઉદેપુર વિસ્તારમાં હવે ભાજપ તરફ જોવા મળે છે પરંતુ કોંગ્રેસ પણ મજબૂત ઈરાદા સાથે ચૂંટણી જંગમાં ઉતરી છે. આ લોક સભા બેઠક આદિવાસી અનામત બેઠક છે..જેમાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે..કોગ્રેસ દ્વારા ગુજરાત વિધાન સભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને લોક સભા ચૂંટણી જંગમાં ઉતાર્યા છે..