રિસર્ચ રિપોર્ટ: ભારતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોય તેમ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટમાં ભારતમાં રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એમાં દેશમાં કુલ બેરોજગાર લોકોમાંથી 83 ટકા યુવાનો હોવાનું સામે આવ્યું છે.

સર્વે મુજબ દેશમાં કુલ બેરોજગાર લોકોમાંથી 83 ટકા યુવાનો છે. ILOએ ઇન્સ્ટિટટ્યુટ ઑફ હ્યુમન ડેવલપમેન્ટ સાથે મળીને ‘ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024′ પ્રકાશિત કર્યો છે. આ મુજબ ભારતમાં જો 100 લોકો બેરોજગાર છે તો તેમાંથી 83 યુવાનો છે. આમાં પણ મોટાભાગના યુવાનો શિક્ષિત છે. ILOના રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે દેશના કુલ બેરોજગાર યુવાનોમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 2000 ની સરખામણીએ હવે બમણી થઈ ગઈ છે. વર્ષ 2000 માં શિક્ષિત યુવાનો બેરોજગારોની સંખ્યા કુલ યુવા બેરોજગારના 35.2 ટકા હતી.

વર્ષ 2022 માં તે વધીને 15.7 ટકા ગયો છે. તેમાં માત્ર એવા જ શિક્ષિત યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ઓછામાં ઓછું 10 ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું હતું કે ભારતે તેની આર્થિક વૃદ્ધિ મજબૂત હોવાના હાઈપમાં વિશ્વાસ ન કરવો જોઈએ, આમ કરવું એક મોટી ભૂલ હશે.