વાંસદા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે “આરોગ્ય” કાર્યક્રમ દ્વારા વાંસદા તાલુકાના ૧૦ ગામો ચોંઢા, મોળાઆંબા, ઘોડમાળ, કણધા, ઉનાઈ, મોટીવાલઝર, પિપલખેડ, ખાનપુર, લીમઝર, અને અંકલાછમાં તારીખ ૯ એપ્રિલ ૨૦૨૪ થી ૧૬ એપ્રિલ ૨૦૨૪ સુધી રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સગર્ભા, ધાત્રી, અન્ય બહેનો, આંગણવાડી વર્કર, હેલ્પર, આશા, ANM, CHO વગેરે કુલ ૬૨૨ લોકો સહભાગી બન્યા હતા. ICDS વાંસદાથી મુખ્ય સેવિકા પ્રિયંકાબેન અને ચેતના અમદાવાદ થી જયાબેન રાવળ ઉપસ્થિત રહ્યા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ૧૧ એપ્રિલ ના રોજ કસ્તુરબા ગાંધીની જન્મ વર્ષગાંઠ નિમિતે ઉજવવામાં આવે છે તેથી આ દિવસને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય મહિલાઓને યોગ્ય આરોગ્ય સંભાળ અને પ્રસુતિ સુવિધા વિશે જાગૃતિ લાવવી, દર વર્ષે સ્ત્રીઓ અને બાળકોની પ્રગતિ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. સગર્ભાવસ્થા અને બાળજન્મ, સલામત અને સ્વસ્થ રહેવાની જરૂરી સંભાળ તમામ મહિલાઓને મળે તે સુનિશ્ચિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ સલામત માતૃત્વ દિવસે દર વર્ષે એક થીમ આપવામાં આવે છે આ વર્ષ ની થીમ “માતૃત્વ આરોગ્ય સંભાળમાં સમાનતા” એટલે કે દરેક માતા આરોગ્યની સાંભળ કાળજી લેવી જોઈએ, કોઈ પણ માતા ને આ સેવા માંથી બાકાત રહેવી જોઈએ નહિ, પાછળ છોડવી જોઈએ નહિ, પછી એ સ્થળાંતર હોય, દૂરના વિસ્તારમાં હોય, છેવાડાના વિસ્તારોમાં રહેતી હોય, ગરીબ હોય કે અમીર હોય, ગામમાં રહેતી હોય કે શહેર માં રહતી હોય આ માતા સાથે પરિવારના દરેક સભ્યો તેમજ સમુદાય માં પણ આ માટે જાગૃતતા હોવી જરૂરી છે.

ચેતના સંસ્થાના “આરોગ્ય” કાર્યક્ર્મ દ્વારા આરોગ્ય ટીમ દ્વારા આપણા જીવનમાં પોષણ શા માટે જરૂરી છે તેમજ સલામત બાળજન્મ માટેની યાત્રા વિષે સમજ સગર્ભાવસ્થા દરમિયાન ૧ થી ૯ મહિના સુધી દેખરેખ, સંભાળ અને સગર્ભા અવસ્થા દરમિયાન આરોગ્ય તપાસ, અને દરેક તપાસનું મહત્વ વિષે તેમજ પાવર વોક રમત દ્વારા સગર્ભા મહિલાઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગર્ભા બહેનો ને કીટ વિતરણ કરવામાં આવી. અને પોષ્ટીક નાસ્તાનું વિતરણ કરી સલામત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.