સેલવાસ: લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી રહ્યા છે ત્યારે દાનહ બેઠક માટે ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર દ્વારા ફોર્મ ભર્યું હતું.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરને ટિકિટ મળી હતી. કલાબેન ડેલકરે ભાજપના હોદેદારો,તેમના સમર્થકો, ભાજપના કાર્યકર્તા સાથે નામાંકન પત્ર ભરવા માટે સેલવાસ નરોલી સ્થિત અટલ ભવનથી કલેક્ટર ઓફીસ પહોંચ્યા હતા. ત્યાં તેમને ચૂંટણી અધિકારી પ્રિયંક કિશોરને નામાંકન ફોર્મ જમા કરાવ્યું હતું. કલાબેન ડેલકર સાથે પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ,સેલવાસ નગર પાલિકા પૂર્વ પ્રમુખ રાકેશ ચૌહાણે પણ કલાબેનને ટેકો જાહેર કર્યો હતો.

લોકોના સમર્થનને જોઈને પૂર્ણેશ મોદીએ કલાબેનને માસ લીડર ગણાવી આગામી ચૂંટણીમાં વિજયની શુભેચ્છા પાઠવી હતી. અને આ ઘટના બાદ વિસ્તારના જાણીતા રાજકારણીઓ અને સમાજના આગેવાનોએ પણ તેમની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કલાબેન ડેલકર સાથે મળીને અમે સમૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધીશું, કલાબેન ડેલકરની ઉમેદવારીથી ચૂંટણીની રણનીતિમાં નવો રંગ ઉમેરાયો છે અને તેઓ ચૂંટણીના મેદાનમાં વધુ અસરકારક સાબિત થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here