દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન તરીકે ઓળખાતા નીલમ પટેલ આજે પોતાની લોકસેવાકીય પ્રવૃતિઓથી લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂક્યાં છે ત્યારે હવે તેમની સેવાના અનુલક્ષમાં તેમને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.

Decsion News ને મળેલી માહિતી મુજબ Gandhinagar ( Gujarat) દ્વારા અતુલ્ય વારસો આઇડેન્ટેટી એવોર્ડ 2023 -24 થી શ્રી નિલમભાઇ ખોબાને ગુજરાત સરકારશ્રીના અધિક કલેકટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ ( Ministry oF Industries Government Gujarat ) હસ્તે તેમજ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ Vice Chairman Sangeet Natak Akademi, Lalit Kala Akademi and Sahitya Akademi ,New Delhi ) ની પ્રેરક ઉપસ્થિતિમાં એવોર્ડ થી ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિ વિશેષ અને સમાજિક કાર્યકર તરીકે સન્માન કરવામા આવ્યુ.

આ સન્માન બદલ સમગ્ર ધરમપુર તાલુકામાં ખુશીનો માહોલ છે અને લોકમંગલમ્ પરિવાર ટીમ વતી અતુલ્ય વારસાનો આભાર પ્રગટ કરે છે.