નર્મદા: ગતરોજ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 34 વર્ષીય ASI ધવલ વાડીલાલ પટેલે આંકડા, જુગારનો ધંધા કરતા એક બુટલેગરને તેનો જુનો વ્યવહાર બાકી છે તે બાબતની પતાવટ કરી ફરી જુગાડ ચાલુ કરાવવા જણાવ્યું હતું. આ ASI ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસેથી રૂ.3000ની લાંચની માંગણી કરેલી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું.
જે લાંચની રકમ રૂ.3000/- ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે આજ 11/22024 ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી સાથે પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી રૂા.3000/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપરથી પકડી પાડી લાંચિયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મહત્વનું છે, આ વિસ્તારમાં લાંચિયા અધિકારી ઝડપાયા બાદ લોક ચર્ચાઓ શરૂ થઈ છે, કે આ અધિકારી દારૂ, જુગાડ સહિતના હપ્તા ઉઘરાવતો હતો, જેથી આ વિસ્તારમાં દારૂ, જુગાડ સહિતના દુષણો વધી રહ્યા હતા. અને યુવા પેઢી પણ બરબાદ થઈ રહી છે. આ દૂષણને જડમુળ માંથી આ વિસ્તાર માંથી કાઢવા માટે લોકોએ જાગૃત થવું પડશે સાથે નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓએ પણ સામે આવી કાર્યવાહી કરવી પડશે જેથી આવા દૂષણોને વેગ આપતા અધિકારીઓ જેલ ભેગા થાય અને અન્ય આ દૂષણને રસ્તે ચાલતા અધિકારી બંધ થાય.