દાનહ: છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે સમયથી સ્વાસ્થ્ય વિભાગમાં કામગીરી કરતાં ગરીબ કર્મચારીઓને દાનહ પ્રશાસન દ્વારા છુટા કરવાનો ઓર્ડર કરતાં ગરીબ પરિવારોના પગ નીચે થી જમીન સરકી ગઈ એવી દશા થવા પામી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ ગરીબ કર્મચારીઓ દાનહ અને દમણ દીવના સ્થાનિકો છે. જેઓ સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી કરીને પોતાનું ઘર અને પરિવારનુ ગુજરાન કરે છે. કોરોના જેવા કપરા કાળમાં પોતાના જીવના જોખમે આરોગ્યની સેવા પૂરી પાડેલા આ કર્મચારીઓ હવે ઉમર થઇ જવાના કારણે તેમને બીજી જગ્યાએ નીકરી મળવી પણ મુશ્કેલ છે ત્યારે તેમને છૂટા કરવાનો ઓર્ડર થતાં તેઓ ચિંતાતુર બન્યા છે.

નગરપાલિકા સભ્ય સુમન પટેલે પ્રશાસકને વિનંતી કરી છે કે, આ તમામ લોકોની નોકરીઓ કેવી રીતે બચી રહે એ દિશામાં આપ વ્યક્તિગત પ્રયત્નો કરશો તો આ લોકોની નોકરીઓ જરૂર બચાવી શકશો.