ધરમપુર: આજે 6 ડિસેમ્બરના રોજ મહા પરિનિર્વાણ દિનની ઉજવણી સ્વરૂપે ડૉ.બાબા સાહેબને ધરમપુર બાબા સાહેબ સર્કલ પર સ્ટેચ્યુને હારદોરો પહેરાવી ધરમપુર આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં અને સાથે ચીફ ઓફિસર શ્રી ધરમપુર ને નગર પાલિકા વિસ્તાર માં આવેલ તમામ મહાનુભાવોની પ્રતિમાની દરરોજ પાણીથી સફાઈ કરવામાં માટેની રજુઆત કરવામાં આવી હતી.
જુઓ વિડીયો..
ભારતના પ્રથમ કાયદા પ્રધાન, મજૂરોના મસીહા, દલિતો અને મહિલા અધિકારના મસીહા, કાયદાના નિષ્ણાંત, કરોડો વંચિતોના મુક્તિદાતા, મહા માનવ, મહાન સમાજશાસ્ત્ર, મહાન અર્થશાસ્ત્રી, આધુનુક ભારતના મસીહા ભારતના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક બાબા સાહેબ આંબેડકરના મહાપરિ નિર્વાણ દીને ધરમપુર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરને આદર સાથે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુરના વિજય ભાઈ અટારા, કમલેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, ખારવેલ ગામના સરપંચ શ્રી રાજેશ પટેલ, મોહના કાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, માજી ધરમપુર નગરપાલિકા કોર્પોરેટ શ્રી ધીરજ પટેલ, સુરેશ પટેલ, રામદાસ ભાઈ, રાકેશ પટેલ, વિનય પટેલ, યોગેશ પટેલ, વિનોદ પટેલ, નિર્મલ સુરતી, નિલેશ નિકુળીયા, નવસુભાઈ, બીટુ પટેલ વગેરેઓએ શ્રદ્ધાંજલિ આઈ હતી.