ચીખલી: આજરોજ સવારના 10:30 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આદિવાસી યુવાનો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિલેજ કપ સિઝન-6 નું ભવ્ય આયોજન થયું. જેની પ્રારંભિક વિધિ હિંદુ સંસ્કૃતિ મુજબ કરવામાં આવી હતી આ વિલેજ કપમાં ગામની 8 ટીમોએ ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ગામમાં યુવાનોની એકતા જળવાઈ રહે અને રમતગમત થઇ ગામમાં રાગદ્વેષ ભૂલી યુવાનોમાં અને લોકોમાં સંપનું વાતાવરણ પેદા થાય અને ક્રિકેટ જેવા આંતરરાષ્ટ્રીય રમતમાં ગામના યુવાનો કારકિર્દી બનાવે એવા શુભ ઉદ્દેશ સાથે આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિલેજ કપ સિઝન-6 નું આયોજન થયું હતું.

જુઓ વિડીયો..

 

આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિલેજ કપના પ્રારંભ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી, ઉદ્ઘાટક પ્રિયંક ભોયા તાલુકા પંચાયત સભ્ય જશુભાઈ ગાંગોડા, જનમ હોસ્પીટલના ડો. જયપ્રકાશ, ઈરાવતી હોસ્પીટલના ડો. જીજ્ઞેશ ભોયા, શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ, શિક્ષક કલ્પેશભાઈ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.