ડેડિયાપાડા: ખેડૂત અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે મધ્યસ્થી કરી તો ચૈતર વસાવા પર વન વિભાગના કર્મી દ્વારા હુમલો કર્યાનો દાવો કરી થયેલી ફરિયાદને લઈને ચૈતર વસાવા ફરાર ત્યારે તેના આગોતરા જામીન માટેની અરજીની વધુ સુનાવણી 20 મીએ કરવામાં આવશે હોવાનું કહેવાય રહ્યું છે.
ચૈતર વસાવાના પત્ની અને 3 વ્યક્તિઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે ચૈતર વસાવાએ રાજપીપળાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી તેની સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરાઈ છે પણ સેશન્સ જજ એન.આર.જોષીએ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી 20મીએ હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટના આપેલાં ફેસલાના કારણે દિવાળીનો તહેવાર પણ છુપી રીતે કરવો પડે એવી નૌબત આવી છે. ચૈતર વસાવાની પત્ની અને 3 અન્ય વ્યક્તિઓના પણ નિયમિત જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આગોતરા અરજી પેન્ડિંગ છતાં ચૈતર વસાવાને પકડી શકે છે.











