દિલ્લી: આદિવાસી નેતા અને આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયેલી ફરિયાદ બાબતે આદિવાસી સમાજે ડેડીયાપાડામાં બંધનું એલાન આપ્યું હતું અને સંપૂર્ણ ડેડિયાપાડા સજ્જડ બંધ રહ્યું હતું ત્યારે બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદ મામલે ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદ મુદ્દે જણાવ્યું કે, ભાજપ ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ કર્યો છે. ચૈતરભાઇની ધર્મપત્નીની ધરપકડ કરવામાં આવી છે એ યોગ્ય નથી. ભાજપે ક્યારેય આદિવાસીઓને આગળ નથી આવવા દીધા.. ફક્ત આદિવાસીઓનું શોષણ કર્યું છે.

કેજરીવાલે વધુ ઉમેર્યું કે AAP પાર્ટીએ આદિવાસી સમાજના દીકરાને આગળ વધાર્યો તો ભાજપથી સહન ન થયું. ભાજપે ફક્ત ચૈતર વસાવા નહીં પણ આદિવાસી સમાજ પર હુમલો કર્યો છે. આવનારા સમયમાં AAP આ બાબતે શું રુખ અપનાવે છે એ જોવું રસપ્રદ રેહશે.