ધરમપુર: લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરી ક્લબ આઈ હોસ્પિટલ નવસારીના સયુંકત ઉપક્રમે ધરમપુર તાલુકા મથક ખાતે લોક મંગલમ્ ઓફિસ, વાલોડ ફળિયામાં નિ:શુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ મેડિકલ કેમ્પમાં 265 દર્દીઓ નોંધાયા હતા, તપાસ દરમિયાન જેમને નંબર જાણ્યા તેઓને નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા આ ચશ્મા વિતરણની સંખ્યા 175, આ તપાસમાં 45 દર્દીઓના મોતિયા બિંદ નીકળ્યા તેઓને ઑપરેશન માટે સંસ્થા દ્વારા નવસારી આઈ હોસ્પિટલ ખાતે લઈ જવા અને લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ મેડિકલ કેમ્પની ખાસ વાત એ રહી કે આરોગ્યને સાથે સાથે પર્યાવરણના સંદર્ભમાં દર્દીઓમાં જાગૃતિ આવે અને તેઓ પણ એક ઝાડનું મહત્વ સમજી શકે એવા ઉદ્દેશ સાથે 50 જેટલા સીતાફળ, આમળાંના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.