ચીખલી: આજરોજ ચીખલી તાલુકામાં માંડવખડક ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત “માંડવખડક ગ્રામીણ ઓલમ્પિક 2023” નું ગામના સરપંચશ્રી અને ગામના નવ યુવાનો દ્વારા આયોજન થયું જેમાં ગામના યુવક યુવતીઓએ બોહળી સંખ્યામાં ભાગ લીધો હતો.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે “માંડવખડક ગ્રામીણ ઓલમ્પિક 2023” માં જે રમતવીરોએ ભાગ લીધો હતો તેમાંથી રાજમલ, હિમાંશુ, અંકિત, સત્યમ, ટીંકુ, વિરલ અને જોગેશ્વરી પ્રથમ અંક પ્રાપ્ત કરે ગોલ્ડ મેડલ જીત્યો હતો વિજેતાઓને મેડલ થી સન્માનિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી તેમજ ગામના વડીલ સનાભાઇ, વનરાજભાઈ હાજર રહ્યા હતા. રમતવીરોને પ્રોત્સાહન વધારવા માટે ગામના યુવાનો ઉમેશભાઈ તથા જયેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા ગામના રમતવીરોને, સરપંચ શ્રી, વડીલો તથા યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી છે.