વાંસદા: નવસારી જિલ્લા,વાંસદા તાલુકા ચારણવાડા ગામના યુવા પર્વતારોહક વિકેશભાઇ રાજેશભાઈ ગામીત હાલમાં જ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ માઉન્ટ આબુના ઉપલક્ષે હિમાલય પરિભ્રમણ ” થામસર પાસ ટ્રેકિંગ ” રૂટ કમ્પ્લીટ કર્યું છે જેમની ઊંચાઈ 15748 ફૂટ સર કરવામાં સફળ રહ્યા છે.

જુઓ વિડીઓ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ની વાત કરીએ તો વાંસદાના નવતાડ ગામના કાજલબેન મૂળજીભાઈ માહલાએ હિમાલય પરિભ્રમણમાં ઉત્કૃષ્ટ સફળતા સાથે સફળતા પ્રાપ્ત કરી હતી અને હવે વિકેશભાઈની સિદ્ધિ વાંસદા તાલુકાનું ગૌરવ વધારી રહી છે. વાંસદાના યુવાઓ દિવસ દિવસે પોતાના કુશળતા કૌશલ્યો માં પારંગત થઈ પર્વતારોહણને ખૂબ સારી રીતે સર કરી રહ્યાં છે.

વિકેશભાઈએ યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા તોરણીયા ડુંગર થી પર્વતારોહણ ની શરુઆત કરી છેક હિમાલય પરિભ્રમણ સુધી સફળ થયા છે. છેક બેઝિક , એડવાન્સ થી લઇ કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ સંસ્થાન જુનાગઢ અને સ્વામી વિવેકાનંદ પર્વત તરફ સંસ્થાન માઉન્ટ આબુ માં સફળ તજજ્ઞ કામગીરી તેમજ હાલમાં જ તારીખ 18 ઓક્ટોબર 2023 થી 01 નવેમ્બર 2023 સુધી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ માઉન્ટ આબુના ઉપલક્ષે હિમાલય પરિભ્રમણ ” થામસર પાસ ટ્રેકિંગ ” રૂટ કમ્પ્લીટ કર્યું છે.