ભરૂચ: છેલ્લાં ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં BJP પાર્ટી ના સંરક્ષણમાં ભાજપ પક્ષનો સદસ્ય બની દારૂ/ડ્રગ્સ વેચનાર અને કોઈંપણ ભય વગર ગુનાહિત પ્રવૃત્તિ કરનાર દિનેશ વસાવા નામનો બુટલેગર યુવા પીઢીને દારૂનું વળગણ લગાડી બરબાદ કરી રહ્યો છે.

છોટુભાઈ વસાવા સોશ્યલ મીડિયામાં જણાવે છે તે મુજબ આ દારૂ/ડ્રગ્સ વેચનાર અને કોઈંપણ ભય વગર ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વની સામે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં સખ્તાઈ થી કામ જો કરવામાં આવે તો રાજકીય પીઢબળ ધરાવતા BJP ના લોકો દ્વારા ગુજરાત રાજયમાં જે તાલુકા/જિલ્લાના સદસ્યોના પુત્રો દ્વારા જે દારૂ/ડ્રગ્સનું વેચાણ કરી જિલ્લા અને ગુજરાતનાના યુવાધનને બરબાદી ના માર્ગે લઈ જવામાં આવી રહ્યો છે એ અટકી શકે છે..!

LCB એ વાલીયા તાલુકાના પઠાર ગામે BJP ના સદસ્ય દિનેશ વસાવાના ખેતરમાંથી એક ટ્રક 148 પેટી વિદેશી દારૂ સાથે પકડ્યો છે એ પ્રમાણે ઝઘડિયા/નેત્રંગ તાલુકામાં પણ દારૂ/ડ્રગ્સ વેચાણ કરાવનારા તત્વની સામે જિલ્લા પોલીસવડાએ સખ્તાઈથી કામ કરવું જોઈએ.