ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બરૂમાળ ગામના પીપલપાડા ફળિયામાંથી પસાર થતી નદી કિનારેથી એક ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણી લાશ મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવતાની સાથે ગ્રામજનોમાં તર્ક- વિતર્કના ચર્ચાનો દોર શરુ થઇ ગયો હતો.

Deacision News ને ગામના જાગૃત નાગરિક રાજેશ રાઉત પાસે મળેલી જાણકારી પ્રમાણે ધરમપુરના બરૂમાળ ગામના પીપલપાડા ફળીયામાંથી વહેતી નદી કીનારે ગતરોજ કોઈ અજાણ્યા વ્યક્તિની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ ધરમપુર પોલીસ મળતાં જ ત તાત્કાલિક આપઘાત સ્થળ પર આવી ગઈ હતી આ લાશનો કબજો લઇ વાલી- વારસાની શોધખોળની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.

અજાણ્યા કારણોસર નદી કિનારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલા આ અજાણ્યા વ્યક્તિના જે કોઈ ઓળખીતા હોય કે પછી વાલી- વારસો હોય તેઓ તાત્કાલિક ધરમપુર પોલિસ સ્ટેશન પર ઓળખાણ માટે સંપર્ક કરે એમ સ્થાનિક લોકોનું કહેવું છે.