ડીસીઝન વિશેસ: 25 ઓકટોબર 1800 આજે લોર્ડ મેકોલેનો જન્મદિવસ છે. વર્તમાન યુવા પીઢી કદાચ આ મહાન વ્યક્તિને ન ઓળખાતી કે તેના કાર્યોથી અજાણ હોય એવું બની શકે છે જેને લઈને Decision News આ વ્યક્તિત્વ વિશેષની ઓળખ કરાવવા તેમના કેટલાક કિસ્સાઓ જણાવશે.

લોર્ડ મેકોલે અંગ્રેજ હતા અને તેમણે ભારતમાં જોયું કે મુઠ્ઠીભર લોકોને જ શિક્ષણ પ્રાપ્ત છે અને ભારતના ૮૫ ટકાથી વધુ લોકો અશિક્ષિત છે તો બ્રિટનમાં તેમણે રજૂઆત કરી ભારતમાં શિક્ષણ સાર્વજનિક કરવામાં મદદ કરી હતી. લોર્ડ મેકોલે એ લોકોને બહુ ખટકે છે જે તમામ ભારતીયોને સમાન શિક્ષણ આપવા માંગતા નોતા. પોતે અન્ય જાતિના લોકોને ભણાવતા નોતા, ઉપરથી અંગ્રેજોએ શિક્ષણ સાર્વજનિક કર્યું તો તેનો પણ વિરોધ કરતા હતા. આજે પણ તેમના વંશજો લોર્ડ મેકોલનો વિરોધ કરે છે.

કેટલાક લોકો એમ દલીલ કરે છે કે મેકૉલેએ આપેલ શિક્ષણ પદ્ધતિ ક્લાર્ક પેદા કર્યા. તો મારો સવાલ એ છે કે આઝાદી બાદના ૭૬ વર્ષ તમે લોકો શું ઝખ મારતા હતા. જો લોર્ડ મેકૉલેએ આપેલ શિક્ષણ પદ્ધતિ ખરાબ હતી તો કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપે શિક્ષણ પદ્ધતિ કેમ ના બદલી? આજે શાળાઓમાં શિક્ષકો ઓછા છે, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે, શાળાઓ બંધ થતી જાય છે? અહી તમને મકોલે નડે છે?

પેલો અંગ્રેજ થઈને આપણને શિક્ષણ આપી ગયો અને તમે ભારતીય થઈને ભારતના લોકોના શિક્ષણના દુશ્મન બની બેઠા છો. સાચી વાત એ છે કે લોર્ડ મેકૉલેએ શિક્ષણ પદ્ધતિ મનુસ્મૃતિવાળા મનુ મહારાજની વિચારસરણીને, જાતિ અને વર્ણના નામે ઊંચનીચને મેળ ખાતી નોહતી એટલે તે વખતે મનુસ્મૃતિને માનનાર લોકો વિરોધ કરતા હતા આજે તેમના વંશજો પણ લોર્ડ મેકૉલેનો વિરોધ કરે છે.

લોર્ડ મેકૉલે અને મનુ મહારાજ વચ્ચેની સરખામણી, ભેદ દર્શાવતું પુસ્તક શરૂઆત બુકસ્ટોર પરથી મળશે. ઓબીસી અને મહિલા સમાજ આ જાણી લે કે, લોર્ડ મેકોલેએ શિક્ષણ સાર્વજનિક કરવામાં જે પ્રયત્નો કર્યા તેનો લાભ જોતિરાવ ફૂલેને મળ્યો અને પછી તેમની પત્ની સહિત સ્ત્રી શિક્ષણની શરુઆત થઈ. પછી આપણને મળ્યા ડૉ. બાબાસાહેબ આંબેડકર જેણે ભારતનું બંધારણ રચી સામાન્ય, વંચિત સમાજથી તરછોડાયેલા લોકોને બહેતર જિંદગી જીવવાના હકો અને અધિકારો આપાવ્યા હતા.