પારડી: ગુજરાતના વલસાડ જિલ્લામાં ભાજપના રાજમાં ભાજપના જ નેતાઓ સુરક્ષિત નથી ત્યાં આમ પ્રજા કેટલાં અંશે પોતાને સુરક્ષિત માનશે થોડા મહિનાઓ પહેલા રાતામા ભાજપના શૈલેશભાઈ પટેલનો મર્ડર થયું ત્યાર બાદ ભાજપના પીઢ નેતા નાનાપોંઢાં માધુભાઈ રાઉત પર રાત્રી દરમિયાન જીવલેણ હુમલો થયો અને હવે વલસાડ ભાજપના યુવા મોરચાના મહામંત્રી અને પારડી ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલને જાન થી મારી નાખવાની ધમકી મળી રહી છે.

આ ઘટનાને લઈને ફરિયાદી મયંક પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં નોંધ્યા અનુસાર સમગ્ર ઘટનાને જોઈએ તો.. ખેરલાવ ગામ પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઈ ઉત્તમભાઈ પટેલના દિકરાઓ નામે દેવાંગ તથા મયંક કરીને છે જેઓ ખેરલાવ વાણીયાવાડ ખાતે આવેલ ગેરેજ પાસે ઉભા હતા ત્યાં આવી ફરીયાદીને એવું જણાવવા લાગેલા કે હું દારૂનો ધંધો કરું છું અને હાલે હું વોન્ટેડ છું અને હું કાં રહું શું કર્યા કરૂ છું તેની માહીતી તમો સરપંચ મારફતે પોલીસને આપો છો અને તમો પોલીસના બાતમીદાર છો અને એ રીતે બીભત્સ ગાળો આપવા લાગેલા અને આરોપી દેવાંગ તથા મયંકને મુઠી માર મારવા લાગેલા અને જતા જતાં એવું કહેતા ગયેલા હૈ “ તમોને હું જાનથી મારી નાખીશ અને તમારા સરપંચ સૂર્યના પણ હાથટાંટીયા તોડી જાનથી મારી નાખવાની ખુની ધમકીઓ આપતા પેલા આ બાબતની દેવાંગ તથા મયંકે પહેલા તેમના પિતાશ્રી ભીખુભાઈ ઉત્તમભાઈ પટેલને આ બાબતે જાણ કરેલી તેજ રાત્રે આરોપીએ ખેરલાવ નિશાળ ફળીયામા નવરાત્રીમા પ્રસંગમા ગ્રામ પંચાયતના સભ્યશ્રી ભીખુભાઈ ઉત્તમભાઈ પટેલનાએ આરોપીને પુછેલ કે મારા બન્ને દિકરાઓને શા માટે તમોએ માર મારેલ છે તેવું કહેતા જ આ કામના આરોપી ઉશ્કેરાઈ જઈ ભીખુભાઈ ઉત્તમભાઈ પટેલને પણ ધીકમુકકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને કહેલ કે “હવે પછી તું તથા તારા દિકરાને અને તારા સરપંચ મયંકને ચારેવને પતાવી દઈશ ” અને તમારી ચારેવની લાશ પણ તમારા પરીવારને મળશે નહી એવી ખુની ધમકી આપી છે.

આરોપી દારૂનો ધંધો કરતા હોય, તોફાની તકરારી ઝનુની ઈસમ છે. હમો ફરીયાદી સરપંચશ્રી તથા સામાજીક કાર્યકર્તા હોય રાતમધરાતે જવા-આવવાનું થતું હોય આરોપી હમો ફરીયાદી ઉપર પોતે કે તેમના ભાડુતી ગુંડાઓ મારફતે ક્યારે હુમલો કરે તે કહી શકાય તેમ નથી જેથી આરોપીની તાત્કાલીક ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવા અપીલ કરી છે.

વલસાડમાં બે ઘટનાને અંજામ આપી આ ત્રીજી ઘટના કરવાની ધમકીઓ બહાર આવી છતાં વલસાડ પોલીસની આંખ અને નાક નીચે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે બોલો.. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું વલસાડ પોલીસનો બુટલેગરોમાં ખોફ ખતમ થઇ ગયો છે. શું પોલીસ બુટલેગરોના હપ્તાથી બંધાયેલા છે. શું પોલીસ પોતાની શાંતિ સુરક્ષા અને સલામતીનું સૂત્ર માત્ર નામ પુરતું બન્યું છે વગેરે હવે જોવું એ રહ્યું કે પોલીસ આ ઘટને કેવી રીતે જુવે છે.