નર્મદા: આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વહેલી સવારે અલગ અલગ ગામોમાં સામાન્ય લોકોના ઘરે વિજિલન્સ રેડ પાડીને વીચ ચોરી અટકાવવાના કોશિશ કરે છે પણ ધોળા દિવસે વીજ ચોરી કરીને ચૂનો ચોપડતાં કોન્ટ્રાક્ટરો સામે કેમ આંખો બંધ કરી લે છે તે સમજાતું નથી.
Decision News દ્વારા લીધેલી સ્થળ મુલાકાતમાં જાણવા મળ્યું છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ખોખરાઉમર ગામની પ્રાથમિક શાળાનું હાલમાં એક બિલ્ડીંગનું કાર્ય ચાલી રહેલું છે જેમાં મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા ઈલેક્ટ્રીક મિક્ચર મશીન વપરાશ કરી રેતી કપચી સિમેન્ટનો માલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. જેની ઇલેક્ટ્રિસિટી બાજુમાં આવેલું કાચું ઘર છે ત્યા ના વિજળીના થાંભલા પરથી પીળા કલરનો કેબલથી ગેડો લાખી વીજળી ચોરી કરવામાં આવી રહી છે પણ દક્ષિણ ગુજરત વીજ કંપનીના અધિકારીઓને આ દ્રશ્યો દેખાતા નથી.
માત્ર ગરીબો પર વિજિલન્સ રેડ પાડી દબડાવતા દક્ષિણ ગુજરત વીજ કંપનીના અધિકારીઓ આવા મોટા કોન્ટ્રાક્ટરો સામે કેમ અંધ અને મુંગા કેમ બની જાય છે એ ખબર નથી પડતી..? હવે પછી જોવાનું રહ્યું કે દક્ષિણ ગુજરત વીજ કંપની મોટા કોન્ટ્રાક્ટ ઉપર શું પગલાં લે છે, કે પછી ગરીબ આદિવાસી લોકોના ઘરના દીવા હોલવશે.