દાનહ: હિન્દુ ધર્મમાં વિજયાદશમી તહેવારનો વિશેષ મહત્વ છે. આ દિવસે અસત્ય પર સત્યની જીત થઇ હોવાનું માનવામાં આવે છે. વિજયાદશમીએ ભગવાન રામે રાવણને માર્યો હતો ત્યારે આજે દાનહમાં વિજયાદશમીના પર્વની ધામધુમથી ઉજવણી કરી હેડ પોલીસ હેડકવાર્ટરના પરિસરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે પ્રદેશની શાંતિ અને સલામતી માટે કાર્યરત પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે Decision News ને મળેલી માહિતી મુજબ આ વર્ષે દાનહમાં પણ પોલીસ હેડ કવાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરાઈ હતી. આ પ્રસંગે દાનહ એસ.પી રાજેન્દ્ર પ્રસાદમીના એસ.ડી.પી.ઓ સિદ્ધાર્થ જૈન અને બીજા પોલીસકર્મી અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ તહેવાર પર ભગવાન રામની પૂજા કરવા ઉપરાંત શસ્ત્રોની પૂજા કરવાનો નિયમ છે. કહેવાય છે કે, શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલાં પોતાના શસ્ત્રોની પૂજા કરી હતી, ત્યારથી શસ્ત્રોની પૂજા કરવાની શરૂઆત થઈ હોવાનું મનાય છે.