કપરાડા: આજરોજ 22 ઓકટોબર 2023 ના દિવસે કપરાડામાં આવેલું કોમ્યુનિટી હોલમાં મિક્સ માર્શલ આર્ટસનો સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં કપરાડા થી વિઠ્ઠલભાઈ રાઉતની ટીમ સિલવાસા થી માસ્ટર રણજીત સરની ટીમ વાપીથી માસ્ટર પ્રમોદ પાલની ટીમના બાળકો અને યુવાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ટ્રેનિંગ આપવા સ્પેશિયલ મુંબઈથી મિક્સ માર્શલ આર્ટ ના ગુરુ રંજન સિંઘ રાજપુત કપરાડામાં આવ્યા જેવો એક ફિલ્મ ડાયરેક્ટર પણ છે MMA ના મોંઘા ટ્રેનર હોવા છતાં યુવા અને બાળકોને ફ્રી ઓફ ચાર્જમાં ખૂબ સરસ ટ્રેનિંગ આપી. સાથે દરેક ગરીબ યુવતીઓ અને કન્યાઓને વાઈટ બેલ્ટ થી બ્લેક બેડ સુધી ફ્રી ઓફ ચાર્જમાં 10 વર્ષ સુધી ટ્રેનિંગ પૂરી પાડવા પ્રોમિસ કરી, અને અન્ય કોઈપણ જરૂરિયાત માટે સદાય હેલ્પફૂલ બનવા જણાવ્યું હતું.
આ ઉપરાંત સાથે એવું પણ કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓ યુવા યુવતીઓ ની અંદર એક્ટિંગ કરવાનું ટેલેન્ટ , કોઈ સારી એવી કળા હોય અને એમની ફિલ્મની લાઈનમાં જવા માંગતા હોય તો તેઓને સારા કરિયર માટે મદદરૂપ થવા કહ્યું આથી આદિવાસી વિસ્તારમાં પણ આવી તાલીમ આગળ વધે અને વધુમાં વધુ બાળકો ભાગ લઈ સફળ બને એવી આશા સાથે માસ્ટર રંજન સિંહ રાજપુત અને માસ્ટર રણજીત સર ગરોડા નો માસ્ટર વિઠ્ઠલભાઈ રાઉતે દિલથી આભાર વ્યક્ત કર્યો. અને ટૂંક સમયમાં જ બીજો મોટો સેમિનાર થાય અને કપરાડા વિસ્તારના આદિવાસી બાળકો ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ આ કળાને શીખે એવી આશા જાહેર કરી હતી.