રાજપીપલા: “નિર્મળ અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પ અને જનસમર્થન, રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન” ને પ્રોત્સાહીત કરતું નર્મદા જિલ્લો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના એક્તા નગર ખાતે પોલીસ વિભાગ દ્વારા એસ.આર.પી. ગ્રાઉન્ડ તેમજ હેલિપેડની આસપાસના રસ્તા પર ઘાસ તેમજ કચરાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
સરકારીકર્મીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં હોંશભેર ભાગ લઈને આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે. ત્યારે આ જનઅભિયાન થકી ગુજરાતને સ્વચ્છ બનાવીએ.