કપરાડા: સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના પર્વની ધમાકેદાર ઉજવણી થઇ રહી છે ત્યારે કપરાડા તાલુકાના વારોલી તલાટ પ્રાથમિક શાળા ખાતે હાલે ચાલી રહેલા નવરાત્રી પર્વને અનુલક્ષીને ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ નવરાત્રી પર્વનો લઈ વારોલી તલાટ પ્રાથમિક શાળા ખાતે આચાર્ય હિતેશ પટેલ અને શાળા પરિવારના ઉપક્રમે ગરબા કાર્યક્રમ અને મ્હેંદી સ્પર્ધા વેશભૂષા, કેશગુફન, આરતી થાળી શણગાર સહિતના કાર્યક્રમો અને સ્પર્ધા ઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીમાં વિજેતા જાહેર કરી ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ ઈનામ રૂપે આપવામાં આવ્યા હતા. સરપંચ પતિ મણીલાલ રાવુંત,એસ.એમ.સી.પ્રમુખ શીતલબેન રાઉત સહિત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.