કપરાડા: કપરાડાના વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ, એ.એસ.આઈ. યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા, અતુલભાઈ હસમુખભાઈ પટેલ નામના પોલીસ કર્મીઓ એ.સી.બીના ટ્રેપમાં પકડાયા છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે ભાઈ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવેલ જે સ્વિફ્ટ કાર ફરીયાદીની પત્નીના નામે રજીસ્ટર છે જે મૂળ વાંસદા ખાનપુરના અને નાનાપોંઢામાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા અને અતુલભાઈ હસમુખભાઈ પટેલ નામના આરોપીઓ મારી પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતી નહી કરવા માટે મારી પાસે રૂા.1,50,000/- ની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આરોપી સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. આરોપીએ યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા સાથે ટેલીફોન ઉપર વાતચીત કરી તેઓએ રૂપિયા મળી ગયા અંગે સહમતી દર્શાવેલ હતી પણ સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ સ્થળ પર પકડાઈ ગયો હતો પણ યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા, અતુલભાઈ હસમુખભાઈ પટેલ પકડાયા ન હતા

હાલમાં પકડાયેલા આરોપી સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ એ.સી.બી. દ્વારા ડિટેઇન કરવામાં આવેલ છે . ત્યારે આ આખી ઘટના વિષે વધુ તપાસ કરવામાં આવશે તો યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા, અતુલભાઈ હસમુખભાઈ પટેલ નામના આરોપીઓના અન્ય ગુનાઓ પણ બહાર આવશે એ નક્કી છે.