વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અંકલાછ ગામમાંથી શ્રધ્ધા સબૂરી સાંઇનાથના દર્શને છેલ્લાં દસ વર્ષથી પદયાત્રા નીકળે છે ત્યારે ગતરોજ 11 વખત 7:00 વાગ્યાની આસપાસ સવારે 200થી વધુ ભક્તો દ્વારા પદયાત્રાનો શેરડી સુધી આરંભ કરવામાં આવ્યો હતો.
આવો જોઈએ વિડિયોમાં..
અંકલાછ ગામમાં આવેલા હનુમાનજી અને માતાજીના મંદિરે પુજા અર્ચના કરી ‘જય સાંઈનાથ’ના જયઘોષ સાથે સાંઈબાબાની પાલખી લઈ વડીલો, મહિલાઓ, યુવાનો, બાળકોએ સાંઇનાથના દર્શન માટે પદયાત્રામાં પગ માંડયા હતા.

