નાંદોદ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જાણે રીસાય ગયા હોય એવું ધરતી પુત્રોની લોકચર્ચા થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ખેડૂતોના પાકમાં વરસાદ ખેંચાતા મોઘા પાકના નુકશાનને લઈને ચીંતામાં છે એવા સમયે નર્મદાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય એમના સહારે આવ્યા છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આ વર્ષે ઓછું થયું છે અને ઉલટમાં વરસાદમાં વધુ સમય ખેચાતા ધરતી પુત્રોને પોતાના ઊભા પાકમાં નુકશાન થવાની ભીતિ દેખાય રહી છે ત્યારે નર્મદાના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો.દર્શનાબેન દ્વારા પોતાના મતવિસ્તારના ખેડૂતોના મુખ્ય પાક કેળા, શેરડી કપાસ, વગેરે ને ધ્યાને લઈ નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઇજીને ખે 8 કલાકના બદલે 10 કલાક વિજળી આપવા બાબતનો પત્ર લખ્યો છે.

નાંદોદ વિસ્તારના ખેડૂતો પર આવી પડનારી મુશ્કેલીઓ પર નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઇ શું નિર્ણય લેશે આએ જોવું રસપ્રદ રહશે કારણ કે ઓછા વરસાદનું પરિણામ દક્ષિણ ગુજરાતનાં દરેક ખેતી વિસ્તારમાં દેખાય રહ્યું છે.