વાપી: વલસાડ ખાતે ૭૭ માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની થઈ રહેલી ઉજવણીમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં વાપીમાં આવેલ પીટીસી કોલેજ પરિસરમાં યોજાયેલ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.

આ સન્માન સમારોહમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાં બોર્ડર વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સવર્ધન, જળ સંચય, રોજગાર કૌશલ, કૃષિ સહિતની અનેક સેવાકીય કામગીરી કરી લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ કરી રહ્યુ છે.

આ લોકસેવા ઉત્ક્રુષ્ટ કામગીરી બદલ આજ 14 ઓગષ્ટ 2023 ના રોજ ગુજરત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એવોર્ડ દ્વારા લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યા.