વાંસદા: નવસારી જિલ્લા યુવા વિકાસ અને રમત ગમત કચેરી દ્વ્રારા યુવાઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં તાલુકાની અંદર પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ યુવાઉત્સવ અંતર્ગત લોકનૃત્યમાં પ્રથમ ક્રમ , હળ્વુ કંઠ્ય અ વિભાગ બાગુલ વંદના પ્રથમ , બ વિભાગમાં ગાંવિત નિકુંજ પ્રથમ , ભોયા પૂજા દ્રિતિય , વક્તૃત્વ અ વિભાગ ગાંવડા સાદિકા પ્રથમ, લોકવાર્તા અ વિભાગ પટેલ હેમાલી પ્રથમ, સર્જનાત્મક કારીગરી ખુલ્લો વિભાગ માહલા તરુણ પ્રથમ, ચિત્રકલા અ વિભાગ ગાંવિત દિવ્યાની પ્રથમ, લગ્નગીત બ વિભાગમાં ભોયા પૂજા પ્રથમ, લોકવાદ્ય અ વિભાગ વાઢુ પ્રતિક પ્રથમ, ભજન ખુલ્લો વિભાગ ગાંવિત સંધ્યા પ્રથમ, સમુહગીત ખુલ્લો વિભાગ પ્રથમ, એકપાત્રીય અભિનય રિશીતા પ્રથમ, લોકગીત ખુલ્લો વિભાગ હિલિમ હંસાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
વિજેતા તમામ સ્પર્ધકોને અને તૈયાર કરાવનાર શિક્ષકમિત્રોને શાળાના આચાર્યશ્રી આર.જે.થોરાતે આખા તાલુકામાં સૌથી વધારે સ્પર્ધાઓમાં પ્રથમ પ્રાપ્ત કરી અવ્વલ પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને આજ રીતે બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં શાળા હંમેશા તત્પર રહી તાલુકા જીલ્લામાં શ્રેષ્ઠ બને એવી શિક્ષકો અને બાળકોને આશીર્વચન સાથે શુભાશિષ આપ્યા હતા.