વાંસદા: આજરોજ તાલુકામાં આવેલ ધોધમાર વરસાદને પગલે નુકશાન ના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ વાંસદા તાલુકાના બીલમોડા ગામના કૉઝવે પુલમાં ભારે વરસાદના પગલે ગાબડું પડ્યાની બનાવ સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડતો રસ્તાની હાલત પણ દયનીય છે.રસ્તા પર મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.ખાંભલા ગામ ના સ્થાનિક જયસિંગ ગાયકવાડ ના જણાવ્યા મુજબ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ અહી થાય છે. છતાં આ બાબતે.તંત્ર નિંદ્રાધીન છે. કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. મહારાષ્ટ્રને જોડતા રસ્તા પરથી અનેક નાના મોટા વાહનો પસાર થાય છે.
આ જર્જરિત રોડ અને આ રોડ પર આવેલ જૂના પુલનું તાત્કાલિક સમારકામ થાય એવી સ્થાનિક લોકોની માંગ છે આવનારો સમય જ બતાવશે કે લોકોની આ માંગ પૂરી થાય છે નહિ !

