નવસારી-વલસાડ-ડાંગ: હાલના સમયમાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ગામડાઓમાં આંખો આવવાના એટલે કે વાઇરલ કન્જકટીવાઇટીસ ના કેસો મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે તેના ચેપથી બચવા માટે ડોકટર દ્વારા કેટલીક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.

કન્જેક્ટિવાઇટિસના લક્ષણો જણાવતાં ચીખલી તાલુકાના માંડવખડકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર ચંદ્રકાંતભાઈ પટેલ કહે છે કે 1 આંખમાં લાલાશ જણાય 2 આંખમાં ખંજવાળ આવવી 3 આંખમાંથી સતત પાણી પડવું 4 આંખમાં દુઃખાવો થવો 5 આંખના પોપચાં ચોંટી જવા વગેરે ગણાવી શકાય.

સરકારી ગાઈડલાઈન્સ મુજબ..

શું કરવું.. ચેપી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ચેપી વ્યક્તિની વસ્તુ ન વાપરવી, હાથ અને મોં ચોખ્ખા રાખવા અને સમયાંતરે સાબુથી સાફ કરવા ચેપી વ્યક્તિએ નજીકના તબીબ પાસે જઈને સારવાર કરાવવી, ડોક્ટરે દર્શાવેલ ટીપાં નાખતા પહેલા અને પછી સાબુથી હાય ધોવા ચેપી વ્યક્તિને હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી. ચેપી વ્યક્તિએ આંખોના રક્ષણ માટે ચશ્મા અવશ્ય પહેરવાં ચેપી વ્યક્તિએ ગભરાયા વગર તબીબના માર્ગદર્શન છેઠળ સારવાર ચાલુ રાખવી અને જરૂરી સૂચનાઓનું પાલન કરવું,

શું ન કરવું.. ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેવી કે હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, મોલ જેવા સ્થળોએ જવાનું ટાળવું વારંવાર, આંખને સ્પર્શ ના કરવી ચેપી વ્યક્તિની ચીજવસ્તુઓથી દૂર રહેવું ચેપી વ્યક્તિએ મેડિકલ સ્ટોરમાંથી જાતે કોઈપણ દવાના ટીપાં લઈ આંખમાં નાખવા નહિ કોઇપણ બાળકને આંખમાં કન્જેક્ટિવાઈટિસની અસર જણાય તો વાયરસ વધુ ન ફેલાય તે માટે બાળકને શાળાએ ન મોકલવું હિતાવહ છે. વાયરલ કન્જેક્ટિવાલેસના છીએ. સારવાર અને પ્રાથયિક આરોગ્ય કેન્દ્ર સામુદિક આરોગ્ય કેન્દ્ર અને મેડિકલ કોલેજ હોસ્પિટલની અમુક મુલાકાત લઈ શકાય.