ધરમપુર: ક્રિકેટની દુનિયામાં આદિવાસી ખેલાડીઓ તૈયાર કરવા માટે ભારત સરકારના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને વિરાટ કોહલી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીના કોચ રહી ચૂકેલા રાજકુમાર શર્માજીની હાજરીમાં વલસાડના ધરમપુરના ફલધરા ગામમાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંત પટેલ દ્વારા એક ફલધરા ગામ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકારના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને વિરાટ કોહલી જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીના કોચ રહી ચૂકેલા રાજકુમાર શર્માજીની હાજરી આપી હતી

આ પ્રસંગે ડો. હેમંત પટેલનું કહેવું છે કે મારી જન્મ ભૂમિ ફલધરા ખાતે મારા દ્વારા આયોજિત કાર્યકમમાં આપણા આદિવાસી યુવાનોના વિકાસ માટે હેલી રાવ મેડમ દ્વારા આ કાર્યક્રમની પહેલ કરવામાં આવી છે. આદિવાસી યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ખેલાડી તરીકે તૈયાર થાય એ માટે વિના મૂલ્યે તાલીમ આપવામાં આવશે.