વાંસદા: વર્તમાનમાં જ વાંસદા તાલુકાના હોળીપાડા ગામના યુવાન સંદીપકુમારની સતત મહેનત ની સફળ સફળતા હાલમાં ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષક ભરતી બોર્ડમાં સંદીપકુમાર સુરેશભાઈ પટેલ એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે.

Decision News ને મળેલી વિગતો મુજબ સંદીપકુમાર સુરેશભાઈ પટેલ એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે તેઓ હાલમાં રા.અ.પો.દળ, જુથ કલગામ ખાતે તાલીમ લઈ રહ્યા છે. સંદીપ પટેલ ગામના યુવાનોને પ્રેરણા રૂપ સાબિત થયેલ છે. જેમણે ઘણા સમયથી સતત મહેનત બાદ આ સફળતા મળી છે.

આ યુવાનની મહેનત અને સફળતાને લઈને ડૉ.વિજય પટેલ ( SOS ) જણાવે કે સંદીપકુમાર ખૂબ મેહન્તુ છે સાથે સાથે આવનાર પી.એસ.આઈ ની ભરતી ઉપર પણ પુર્ણ ધ્યાન કેન્દ્રિત છે. તેમની આ સફળતા માતા-પિતા નાં સ્થાને જાય છે કે જેમની તમામ ઈચ્છાઓ પર ખરા સાબિત થયેલ છે અને સમગ્ર ગામ વતી અભિનંદન પાઠવવામાં આવે છે ‌