ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં આવેલા આદિવાસી સમાજના પવિત્ર સ્થાન દેવઘાટ ખાતે ઇન્ટરનેશનલ ઇન્ડીજીનીયસ યુનિટી ફ્લેગ હેઠળ વ્યારા, માંડવી, માંગરોળ, ઉમરપાડા, સોનગઢના આદિવાસી યુવા આગેવાનોની બેઠક યોજાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં આદિવાસી વિસ્તારોના પડતર પ્રશ્નોના નિરાકરણ કરવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આદિવાસી પશુપાલકોના સુમુલ ડેરીના પ્રશ્નો,આદિવાસી વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિની જાળવણી અને આદિવાસી સંસ્કૃતિ તરફ ઘરવાપસીની પ્રક્રિયાઓ, કોમ્પેટેટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને રોજગારી જેવા અનેક મુદ્દાઓ બાહર નીકળીને આવ્યા હતાં,આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં ડેટાઓ ભેગા કરવામાં આવશે

આ મુદ્દાઓને લઈને ફરી યુવા આગેવાનોની મીટીંગ કરી વિશાળ જનમેદની સાથે તંત્ર સામે રજૂઆત કરી આ તમામ પડતર પ્રશ્નોના નિરાકરણ કરાવાની દિશામાં આગળ પગલાં ભરવામાં આવશેનું આદિવાસી યુવાનોએ આહ્વાહન કરાયું હતું.