ચીખલી: આજકાલ લગ્નનો માહોલ ચાલી રાહ્યો છે એવા સમયમાં નવસારી LCB એ ચીખલીમાં આલીપોર બ્રિજ  પાસે મુંબઈથી સુરત જતા રસ્તા પરથી 14,28,000ના દારૂના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કર્યાની વાત સામે આવી છે.

પોલીસ સુત્રોનું કહેવું છે કે LCBને બાતમી મળી હતી કે, આલીપોર બ્રિજને છેડે આઈસાર ટેમ્પોમાં દારૂ નીકળવાનો છે. અને પોલીસ વોચ ગોઠવી રેડ કરતા 14,28000 ની કિંમતનો 369 બોક્ષમાં 7548 નંગ વિદેશી બ્રાન્ડના દારૂના જથ્થા સાથે ડ્રાઇવર યોગેન્દ્ર યાદવની ધરપકડ કરી લીધી હતી.

આઈશર ટેમ્પાના માલિક શૈલેષ ચૌહાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. LCB એ દારૂના જથ્થા સાથે રોકડા, મોબાઈલ, આઇસર ટેમ્પો એમ કુલ મળીને 21, 33,500 નો મુદ્દા માલ કબજે કર્યો છે અને ચીખલી પોલીસને કેસની તપાસ સોંપી દીધી છે.